ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ની તબિયત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.24 એપ્રિલે કોરોના પોઝિટિવ આવતા કોરો ની સારવાર લેવા માટેના દાખલ થયેલા નીતિન પટેલ ની સારવાર લઈને તેઓ સ્વસ્થ થયા છે. નીતિન પટેલ અને યુએન મહેતા હોસ્પિટલ માં બહુ જલદી રજા આપવામાં આવશે.
હાલમાં નીતિન પટેલ સ્વસ્થ છે અને તેમની તબિયત સારી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી થોડા દિવસ સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘર પર જ આરામ કરશે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 24 એપ્રિલ કોરોનાવાયરસ આવ્યા હતા અને તેમને કોરોના ના લક્ષણો જણાતા તેને એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ RTPCR રિપોર્ટ કરાવ્યો હતો.
આ બંનેમાં તેમને કોરોના હોવાનું બહાર આવતાં જ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની તબિયત સ્થિર હતી અને કોઈ તકલીફ નહોતી પણ સાવચેતી ખાતર તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં કેટલાક દિવસો ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા.
ડોક્ટર હોય તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ના લક્ષણો જણાય તો ટેસ્ટ કરવા અપીલ કરી હતી. નીતિન પટેલે પોતે ટ્વિટર પર લખ્યું હતું કે, મને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોના નો RTPCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરી રહ્યો છું અને મારી આપ સૌને આગ્રહ ભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment