સુરતમાં પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો એક તરફી પ્રેમમાં જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ગ્રીષ્મા આ કેસમાં આરોપી ફેનીલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવારના રોજ આરોપી ફેનીલ ગોયાણીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
આરોપી ફેનીલ ગોયાણી વકીલનું કહેવું છે કે, સ્થળ પર પંચનામું ન કરાયું હોવાનું અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય, ઉપરાંત તપાસના બીજા અનેક તબક્કાઓ તરફથી કોર્ટનું ધ્યાન ધ્યાન ફેરવ્યું હતું. ગઈ કાલે અગિયાર વાગે દલીલો કરવાનું શરૂ થયું હતું પાંચ વાગ્યા સુધી દલીલો ચાલી હતી.
હવે આજરોજ વધારાની દલીલો કરવામાં આવશે. ગઈકાલે આરોપી ફેનીલ ગોયાણીના વકીલએ દલીલોમાં જણાવ્યું કે, જ્યારે આ ઘટનાનું પંચનામું થયું ત્યારે ઘટનાસ્થળેથી દીકરીનો મોબાઇલ મળ્યો નથી. દીકરીના પરિવારજનોએ દીકરીનો મોબાઈલ પાછળથી રજૂ કર્યો છે.
જ્યારે આ ઘટના બની ત્યારે દીકરીના મૃતદેહ પાસેથી તેનો મોબાઇલ ગાયબ કોણે કર્યો. આટલું જ નહીં પરંતુ FSLમાં આ ફોન પછી ખુલ્યો જ નથી. આ ઉપરાંત આરોપી ફેનીલ ગોયાણી ફોન કેમ કબજે ન લેવાયો. તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ પુરાવા ઊભા કરવા અને રેકોર્ડિંગ ઉભા કરાયા છે.
બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, 13 તારીખ ના રોજ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્સન કરવામાં આવ્યું ત્યારે તેમાં તપાસ કરનાર અધિકારીની બે જગ્યાઓ બતાવી છે. એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે અધિકારી હાજર રહી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment