મોટા સમાચાર : સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાંથી ભાજપ પાસેથી સત્તા ઝુંટવી આ પક્ષે, ભાજપના આઠ સભ્યોને કરાયા સસ્પેન્ડ.

Published on: 2:18 pm, Thu, 25 March 21

સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યો પાસે બળવો કરાવી ને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરીને ભાજપ નું નાક વાઢી લીધું છે. ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટ એ કાત્યા વિશ્વાસ ની દરખાસ્ત પસાર થઈ જતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદ્દા પરથી દૂર થતાં ભાજપ પાસેથી સત્તા ઝૂંટવાઈ ગઇ છે.

આ ઘટનાના કારણે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે.ભાજપે 8 અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે જેમાં મધુબેન કાનજીભાઈ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશ ભાઈ રાઠોડ, હીનાબેન સુભાષભાઈ કણજારીયા.

જીજ્ઞાબેન હિતેશભાઈ જોશી, કિશોરભાઈ નરસિંહભાઈ ખાણધર, અલ્તાફ ઈબ્રાહીમ, મંજુબા ઉંમરસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઈ ને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાણવડ નગરપાલિકા માંથી ભાજપના 16 અને કોંગ્રેસના 8 સભ્યો છે.ભાણવડ નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ગોદાવરી બેન કણજારીયા પ્રમુખ તરીકે તથા નરેન્દ્રસિંહ ને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

મુદ્દે છેલ્લા છ મહિનાથી પાલિકામાં વહીવટ ઠપ થઇ ગયો હતો. કોંગ્રેસે આ તકનો લાભ ઉઠાવી કોંગ્રેસે પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. બુધવારે ખાસ સામાન્ય સભા નાયબ કલેકટર પ્રશાંત મંગુડા ની અધ્યક્ષતા માં ભાણવડ પાલિકામાં યોજાય.

ત્યારે આ સભામાં ભાજપના નારાજ 8 સભ્યો તથા કોંગ્રેસના 8 મળી 16 સભ્યોના ટેકાથી કે અવિશ્વાસનો ઠરાવ પાસ થતા પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દા પરથી દૂર કરાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટા સમાચાર : સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાંથી ભાજપ પાસેથી સત્તા ઝુંટવી આ પક્ષે, ભાજપના આઠ સભ્યોને કરાયા સસ્પેન્ડ."

Leave a comment

Your email address will not be published.


*