ગુજરાત માં આવનારી આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર,આ વખતે EVM મશીનનો ઉપયોગ નહી થાય

Published on: 11:44 am, Fri, 15 October 21

ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તેવા ભણકારા વાગી રહ્યા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા રાજ્યમાં મંત્રીમંડળ થી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી રકમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષના અંત સુધી ગામ પંચાયતની ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં થાય તેવા નિર્દેશ કર્યા છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજ્યમાં આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે.રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ પડકાર બનીને આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત માં આવનારી આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર,આ વખતે EVM મશીનનો ઉપયોગ નહી થાય"

Leave a comment

Your email address will not be published.


*