ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના નો ખતરો મંડરાઇ રહ્યો છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના ના નવા સ્વરૂપના કારણે સોમવારે પ્રથમ મૃત્યુ થયું હતું.આ દરમિયાન નોર્વે સરકારે દેશમાં આંશિક લોકડાઉન લાદી દીધું છે. ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનમાં કોરોના ના નવા સ્વરૂપ ના કેસ નોંધાયા છે.
એજન્સી અનુસાર, યુનાઇટેડ કિંગડમ નવેમ્બરે પ્રથમ કોરોના નવા સ્વરૂપ નો કેસ મળી આવ્યો હતો. વડાપ્રધાન બોરિસ જોનસને કડક નિયંત્રણો લાદયા હતા. રવિવારે તેમણે કહ્યું કે દેશમાં ત્રીજી લહેર આવવાની સંભાવના છે.
બ્રિટન નું કહેવું છે કે મહિનાના અંત સુધીમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોરોના ના નવા સ્વરૂપ થી 10 લાખ લોકો સંક્રમિત થઈ શકે છે.એજન્સીના જણાવ્યા અનુસાર, કોરોના નવા સ્વરૂપના કારણે નોર્વે માં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
નોર્વેમાં વડાપ્રધાને કહ્યું કે, કોરોના નવા સ્વરૂપતા ના કારણે કડક કાયદાની જરૂર છે. અહીં બાર, રેસ્ટોરન્ટ અને જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. સખત કોરોના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને એવો આશંકા છે કે જાન્યુઆરીમાં નવા કેસ દરરોજ 300,000 સુધી પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment