કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં શાળાઓ અને કોલેજ અંગે મોટા સમાચાર,ધો.10 અને 12 ની પરીક્ષા માટે પણ લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

Published on: 4:11 pm, Wed, 23 December 20

શાળા અને કોલેજ અંગે રાજ્ય સરકાર ના સૂત્રો પાસેથી એક અહેવાલ મળી રહ્યા છે કે આ વર્ષના શૈક્ષણિક ક્ષેત્રમાં શાળાઓ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે અને કોરોના કરવામાં આવ્યા બાદ સરકાર આ અંગે નિર્ણય લેવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી મહિનાથી શાળાઓ અને કોલેજ શરૂ કરવાનું સરકારનું આયોજન છે અને એટલું જ નહીં પરંતુ બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ જશે.

શાળાઓ અને કોલેજ ઉપરાંત યુનિવર્સિટીઓને પણ ધમધમતી કરવાની રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયની વિચારણા છે અને આ માટે કેબિનેટ ની અંદર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.કોરોના મહામારી અંતર્ગત શાળાઓ અને કોલેજો ખોલવામાં આવે તો કોનું નામ શું વધુ ફેલાય તેવી સ્થિતિ વચ્ચે સરકારને વારંવાર નિર્ણય બદલવા પડ્યા છે.

આ અગાઉ પણ દિવાળી બાદ રાજ્ય સરકારે શાળા ખોલવાનું આયોજન કર્યું હતું પણ દિવાળી બાદ કોરોના નું સંક્રમણ વધતા શાળાઓ ખોલવામા નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.

આગામી સપ્તાહમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે અને 15 મી જાન્યુઆરી પછી કોલેજો ખોલવા અંગે સરકાર નિર્ણય લઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!