ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર : રાજસ્થાનના ખેડૂતો પોતાની સામાન લઇને આ તારીખે જશે દિલ્હી,

224

ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવવા માટે હવે રાજસ્થાનના ખેડૂતો પણ 13 ડિસેમ્બરના રોજ દિલ્હી જવા રવાના થવાના છે. અખિલ ભારતીય કિસાન સંઘે સમન્વય સમિતિએ આ પ્રકારની જાહેરાત કરી છે. સંગઠનની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂતો 12 ડિસેમ્બરની રાતે કોતપૂટલીમાં એકઠા થશે અને ડિસેમ્બરની સવાર એક સાથે જયપુર દિલ્હી રાજમાર્ગ પરથી દિલ્હી પહોંચશે.

ખેડૂતોની સાથે વેપારીઓને મજુરોના સંગઠનોએ પણ સક્રિય રીતે આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી છે.સમન્વય સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 14 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરી કૃષિ કાયદા વિરુદ્ધ માં વિરોધ નોંધાવવામાં આવશે.

કૃષિ કાયદાને લઈને ભય ફેલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે,ભાજપના નેતાઓનો પણ ઘેરાવ કરવામાં આવશે.

અને ગામડાઓમાં જઇને ઠેર ઠેર મોદી સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!