ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ ગુંદા માર્કેટમાં આવી ગયા છે અને હાલમાં ગુંદા માર્કેટમાં વેચાઈ રહ્યા છે. ગૃહિણીઓ ગુંદા ખરીદીને તેનું અથાણું બનાવે છે જે આખું વર્ષ અથાણું લોકો દ્વારા આરોગવામાં આવે છે
અને આપને જણાવી દઈએ કે ગુંદા આખા વર્ષમાં બે મહિના જ આવે છે અને હજુ પણ રાજ્યમાં અમુક જગ્યાએ ગુંદા જોવા મળી રહ્યા નથી અને ગરમીની સિઝનમાં ગુંદાની બજારમાં મોટી પ્રમાણમાં આવક થતી હોય છે.
ગુંદાના અનેક ફાયદા છે કારણ કે વાડી વિસ્તારમાં ગુંદાના ઝાડ પર ગુંદા નું ફળ જોવા મળે છે. ગામડાના લોકો પાકેલા ગુંદા ખાવામાં પણ ઉપયોગમાં લે છે ને અત્યારે બજારમાં ગુંદા ના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે.
ભુજની બજારમાં શાકભાજી વેચાણ કરનાર પ્રભુભાઈએ જણાવ્યું કે બજારમાં મળતા ગુંદા તેઓ હોલસેલ માર્કેટમાંથી કે વાડીમાંથી લાવી અહીં બજારમાં વેચી રહ્યા છે અને તેની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે અને ગયા વર્ષ કરતા આ વર્ષે તેનું વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે.
ગુંદાના બનતા અથાણા સિવાય કાચા ગુંદા નું શાક પણ બને છે અને પાકી ગયેલા ગુંદા ના ફળ મીઠા લાગે છે અને ગુંદાના ઝાડ ઘણા મોટા હોય છે અને ઉનાળાની શરૂઆત થતાં જ કેરીની સાથે સાથે ગુંદા પણ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment