ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે રાજ્ય માં એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આજ રાત્રે થી એસટી ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં ભાવનગર ડિવિઝનના 8 ડેપોની રાત્રી દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. રાત્રે ઉપડતી લાંબા રૂટની ફૂલ 62 એક્સપ્રેસ બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
જે રૂટની રાત્રી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત,ભુજ,જામનગર,અમદાવાદ,બરોડા,દાહોદ,દીવ,હળવદ,ઉદયપુર,જૂનાગઢ,રાજકોટ,મોરબી,વલસાડ, માતાના મઢ સહિત ની રૂટ ની બસ બંધ રહેશે.
એસટી ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે.આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે.
અને કરફ્યુ માં સમય દરમ્યાન 62 જેટલા રૂટ ની બસ બંધ રહેશે જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment