અમિત ચાવડા અને પરેશ ધાનાણી મુદ્દે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા લેવાયો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 3:00 pm, Sun, 27 December 20

ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયા બાદ બન્ને નેતાઓએ રાજીનામું આપી દીધું હતું. તેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીમાં મોટા ફેરફાર થશે એવી વાતો વહેતી થઈ હતી પરંતુ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાત ચીત કરીને.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરતા હાલ પૂરતી નેતાગીરી બદલવાની શક્યતા નહિવત છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નેતાગીરીના નેતૃત્વ માં જ લડશે એ વાત હવે સ્પષ્ટ થઇ જતાં આગામી ચાર મહિનામાં નેતાગીરી નહિ બદલાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધીએ અમિત ચાવડા, પરેશ ધાનાણી , ભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે વાતચીત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

હાલમાં નેતાગીરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ અપાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!