વેક્સિન સર્ટિફિકેટને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવાયો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 10:41 am, Mon, 20 September 21

કોરોના ની ત્રીજી લહેર ને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી વેક્સિન સર્ટિફિકેટ વગર બગીચાઓમાં લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે.

અમદાવાદમાં બગીચાઓમાં સર્ટીફીકેટ વગર પ્રવેશબંધી કરવામાં આવી છે તેમજ વેક્સિન સર્ટિફિકેટ વગર ગાર્ડન માં પ્રવેશ આપવામાં નહિ આવે જેમાં મોર્નિંગ વોક કે ફરવા જતા લોકોએ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.આ નવા નિયમનો અમલ શહેરના તમામ 283 બગીચાઓમાં સોમવારથી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડિંગ અને જગ્યા માં પ્રવેશ માટે સોમવારથી રસીકરણ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમાં રસી ના મુકાવી હોય તેવા નાગરિકોને કોઇપણ જાહેર સ્થળો પર પ્રવેશ આપવામાં નહીં આવે.આ અંગે અમદાવાદ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર પણ ટ્વિટ કરીને માહિતી આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેનો અમલ આજથી એટલે કે સોમવારથી થશે. આ દેશની સાથે જ AMTS – BRTS, કાકરીયા તળાવ, કાકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં જવા પર વેક્સિનનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ.તે સિવાય પ્રવેશ નહીં મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!