ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીન ના ઉપયોગને લઈને મોટો નિર્ણય,જાણો

Published on: 11:08 am, Sun, 1 August 21

ગુજરાતમાં લાંબા સમય બાદ EVM નહિ પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી થવાની છે. ચૂંટણી બેલેટ પેપરથી કરવા માટે ચૂંટણી આયોગે તૈયારી શરૂ કરી દીધી છે.10312 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આયોગ ની તૈયારી શરૂ થઈ ગઈ છે.આયોગ પાસે પૂરતા EVM ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી થશે.

10312 ગ્રામ પંચાયતમાં 90,011 સભ્ય અને 10312 સરપંચ ચૂટવામાં આવશે. ચૂંટણી માટે આયોગે 1.15 લાખ જેટલી મતપેટી તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે.ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણીને માત્ર ચાર મહિનાનો સમય બાકી છે.

ડિસેમ્બર 2021માં 10312 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થશે જેને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરાઇ છે. સાથે મહાનગરપાલિકા, કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એવું થશે નહીં. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી આયોગ બેલેટ પેપરની ચૂંટણી કરાવવા તૈયારી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીન ના ઉપયોગને લઈને મોટો નિર્ણય,જાણો"

Leave a comment

Your email address will not be published.


*