સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પાનકાર્ડ સંબંધી નિયમોમાં ફેરફાર કર્યા છે. જે 31 માર્ચ બાદ લાગુ થશે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પાન કાર્ડ લેવા અને જાળવી રાખવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. સાથે સાથે ઇ પાનનો ઉપયોગ વધારવા પણ ભલામણ કરી છે.
આ માટે કેટલાક સુચનો પણ આપવામાં આવ્યા છે.કેન્દ્રીય બજેટ 2020 માં તાકીદે ઇ પેન સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને જેના પગલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઇ પેન સુવિધાની શરૂઆત કરી હતી.
જે બાયોમેટ્રિક પદ્ધતિને આધારે કેવાયસી દ્વારા તાત્કાલિક મેળવી શકાય છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ વિશિષ્ટ ગ્રાહક કોડ અને પાનની ફરજિયાત આવશ્યકતા ને લગતી જોગવાઈઓ માં ફેરફાર કર્યા છે.
નિયામક એ જણાવ્યું કે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સાથેના એક્સચેન્જોને સભ્ય તેમના તમામ ગ્રાહકો માટે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યવહાર કરવા માટે યુસિસી નો ઉપયોગ કરવો ફરજિયાત છે.
આવા એક્સચેન્જના સભ્યોને યુસીસી ની વિગતો અપલોડ કર્યા વિના વેપાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહિ.ઇન્કમટેક્સ વિભાગે તમામ પાન કાર્ડ ને આધાર સાથે લિંક કરવા ફરજીયાત કરી દીધા છે.
તો તમે તમારા આધારકાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક ન કર્યું હોય તો ચેતી જજો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસ એ પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે.
જો માર્ચ મહિનાના અંત સુધીમાં કામ નહીં કરો તો તમારું પાનકાર્ડ નકામું થઈ જશે અને ઇન્કમટેક્સ અધિનિયમની ધારા 272 બી પ્રમાણે તમારા પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ લાગુ કરવામાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment