હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોટાભાઈ પોતાના નાનાભાઈ અને તેની પત્નીને એવું દર્દનાક મોત આપ્યો કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. મળતી માહિતી અનુસાર મોટાભાઈ તેના સાથીદારો સાથે મળીને પોતાના નાનાભાઈ, તેની પત્ની અને ત્રણ વર્ષના ભત્રીજા ઉપર ધારદાર વસ્તુ વડે અને હથોડી વડે જીવલેણ પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં નાના ભાઈ અને તેની પત્નીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રણ વર્ષના ભત્રીજા એ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવું સમજીને મોટો ભાઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આ ઘટનામાં ભત્રીજો બચી ગયો છે અને હાલમાં તેની હાલત ખૂબ જ ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉત્તર પ્રદેશની અંદર બની હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હવે સમગ્ર ઘટનાને લઈને ખુલાસો કર્યો છે. બોલી છે આરોપી અને તેના સાથીદારોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો જીતેન્દ્ર નામનો વ્યક્તિ પોતાની પ્રીતિ અને ત્રણ વર્ષના દીકરા તનિષ્ઠ સાથે પરિવારથી અલગ રહેતો હતો. જીતેન્દ્રએ ચાર વર્ષ પહેલાં પ્રીતિ સાથે લવમેરેજ કર્યા હતા.
પરિવારના લોકોએ તેને અલગ કરી નાખ્યો હતો એટલે તે પરિવારથી અલગ રહેતો હતો. જીતેન્દ્ર પોતાનું મકાન બનાવીને પોતાના પરિવાર સાથે તેમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ કેટલાક લોકો જીતેન્દ્રના ઘરે કામથી આવ્યા, ત્યારે તે લોકોને ઘરમાં જીતેન્દ્ર અને તેની પત્ની પ્રીતિનું મૃતદેહ મળ્યું હતું. ત્યારે તેનો દીકરો તનિષ્ઠ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.
ત્યારબાદ આ લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને માસુમ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મિલકતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે જીતેન્દ્ર અને તેની પત્નીનો બીજા કોઈએ નહીં પરંતુ તેના મોટાભાઈ ધર્મેન્દ્રએ લીધો છે.
ધર્મેન્દ્રએ પોતાના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ધર્મેન્દ્રએ તેના મિત્રને પાંચ લાખ રૂપિયાની ઓફર આપી હતી અને કહ્યું હતું કે જ્યારે જમીને વેચાશે ત્યારે તેમાંથી થોડા રૂપિયા તને આપીશ. પૈસાની લાલચમાં આવીને ધર્મેન્દ્રનો મિત્રો પણ આ કાવતરામાં સામેલ થઈ ગયો હતો.
જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર પાસે લગભગ 20 વીઘા જમીન હતી. બંને ભાઈના હિસ્સામાં 10-10 વીઘા જમીન આવતી હતી. તેમાંથી રોડની બાજુની 10 વીઘા જમીનની કિંમત ખૂબ જ વધુ હતી અને તે જમીન જીતેન્દ્રના હિસ્સામાં આવતી હતી. આ બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. તેથી ધર્મેન્દ્રએ 10 વીઘા જમીન માટે પોતાના ભાઈ અને તેની પત્નીનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment