આજે રાજકોટના ખોડલધામમાં લેઉવા અને કડવા પાટીદાર આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવો જોઈએ. અને તેને આમ આદમી પાર્ટીના પણ વખાણ કર્યા.
આ ઉપરાંત આ બેઠકમાં પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા થઇ હતી. ઉપરાંત ખોડલધામ કાગવડ મંદિરના ચેરમેન પરેશ પટેલે કહ્યું કે દરેક પાટીદાર સંસ્થા એક જ નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા કે કડવા નહીં પરંતુ પાટીદાર જ લખાશે.
આ ઉપરાંત નરેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં વાવાઝોડામાં ઘણા ખેડૂતોને નુકસાન થયું છે તે અંગે સરકારને રજૂઆત કરશે. અમે થોડા દિવસો પહેલા ઉજા દર્શન કરવા ગયા હતા.
તે બેઠકમાં ચર્ચા થઈ કે રાજકીય રીતે પણ પાટીદારોને રાજ્યમાં મહત્વ મળવું જોઇએ તેમને કહ્યું કે કેશુભાઈ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.
આ બેઠકમાં ચર્ચા થઈ કે આમ આદમી પાર્ટી ખૂબ જ સારું કાર્ય કરી રહી છે તેથી તેને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માં સ્થાન મળી શકે છે અને કોન ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રીઓ ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment