પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારના રોજ કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં ફૂડ પ્રોસેસિંગ ના ક્ષેત્ર માં PLI સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટે ફૂડ પ્રોસેસિંગ ના ક્ષેત્રમાં આશરે 10 હજાર 900 કરોડ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય કેબિનેટે PLI સ્કીમ હેઠળ તેને મંજૂરી આપી છે.સ્કીન ને લઈને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે,આશરે 2.50 લાખ યુવાનોને રોજગાર મળશે અને કેન્દ્ર સરકારનો પ્રયાસ છે.
કે ભારત ના ફૂડ બ્રાન્ડની દુનિયામાં ઓળખ બનાવી છે.તેઓએ કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતોને લાભ થશે અને નવા કાયદા હેઠળ પણ ખેડૂતોને ઓપ્શન આપવામાં આવ્યો છે.
કોઈ પણ માર્કેટમાં જઈને પોતાના પાકનું વેચાણ કરી શકે છે.શું આ સ્કીમ કૃષિ કાયદા ની આગામી કડી છે જેના પર પિયુષ ગોયલ કહ્યું કે.
બંનેને એક સાથે નો મેળવો, ખેડૂતોના હિતમાં મોદી સરકાર કેટલાક નિર્ણયો લઈ રહી છે અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માં લેવાયેલો નિર્ણય તે પૈકીનો એક છે.
પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારતની બ્રાન્ડ દુનિયાભરમાં કેવી રીતે પહોંચી છે જે ઇન્ટરનેશનલ કવોલિટીની પૂરી કરે છે. જ્યારે આવી પ્રોડક્ટ મળશે તો ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment