સમગ્ર ભારતમાં મા મોગલ ના અનેક તીર્થસ્થાનો આવેલા છે જેમાં મોગલ કળિયુગમાં હાજર રહી અનેક ભક્તોના દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે. માના ભક્તો માં મોગલ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. ર્માં મોગલ ના તીર્થસ્થાનો ભગુડા ભીમરાણા કબરાઉ જેવી જગ્યા એ આવેલા છે. તમામ તીર્થ સ્થાનોમાં કબરાઉ માં આવેલા માં મોગલ ની વાતો આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
માં મોગલ ના કબરાઉ ધામમાં ભક્તો માત્ર ભારતમાંથી નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોગલમાના દર્શન કરવા માટે આવે છે. થોડા સમય પહેલા કબરાઉ ધામના ગાદીપતિ મણીધર બાપુ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી મા મોગલ નો જય જય કાર કર્યો હતો.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે મા મોગલ ના દર્શન કરવા માટે સ્વીડન થી ભૂરીબેન પધાર્યા હતા. વિદેશથી આવેલી આ મહિલાનું સ્વાગત મણીધર બાપુએ શાલ ઓઢાડી કર્યું હતું. મણીધર બાપુ વિદેશથી આવેલી મહિલાને ઇંગ્લિશમાં કહે છે કે ધિસ ઈઝ ઇન્ડિયા આ અમારી મા છે. આ બાદ યુવતી મણીધર બાપુના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મણીધર બાપુ પણ તેમને સુખી રહો કહી આશીર્વાદ આપે છે.
મોગલ મા ના દર્શન કરવા માટે વિદેશથી પણ ભક્તો માં મોગલના ધામ કબરાવમાં આવે છે. આ ધામમાં એક પણ રૂપિયો મૂકવામાં આવતો નથી કારણ કે અહીં રૂપિયો મૂકવો એ સૌથી મોટું પાપ છે તેથી કોઈપણ જાતના દાન વગર અહીં માં મોગલ તમામ ભક્તોના દુઃખને દૂર કરે છે.