“ભૂમિ ત્રિવેદી”એ અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત, જુઓ વાઇરલ તસવીરો

હાલમાં ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી અબુધાબીમાં યોજાયેલ અલગ અલગ રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી રહી છે જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બાદ ભૂમિ ત્રિવેદીએ અલગ અલગ ફરવા લાયક સ્થળો અને ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. આજે પણ ભૂમિ ત્રિવેદી સંગીત ક્ષેત્રમાં સફળ થયો હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને હંમેશા સાથે રાખે છે આ કારણથી જ આજે તે તમામ ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહી છે તથા તેમનો સૂર દરેક લોકોના હૃદયને સ્પર્શી જાય તેવો છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના અનેક લોકપ્રિય ગીતો નવરાત્રીના દિવસોમાં ચારે તરફ ગુંજતા જોવા મળે છે.