હાલમાં ગુજરાત રાજ્યમાં ભુક્કા બોલાવતી ઠંડી પડી રહે છે. આજથી થોડાક સમય પહેલા રાજકોટમાં કાતિલ ઠંડી એક વિદ્યાર્થીનો જીવ લીધો હતો. ત્યારે ફરી એક વખત રાજકોટમાં તેવી જ એક ઘટના બની છે. રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઘરના મોભીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટના જાળીયા ગામે રહેતા તળશીભાઈ દેવજીભાઈ ઉઘાડ નામના વૃદ્ધ વ્યક્તિ પોતાની બાઈક લઈને વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ તેઓ ચાલુ બાઈક માંથી નીચે પડી ગયા હતા.
ચાલુ બાઈકમાંથી નીચે પડવાના કારણે તળશીભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમણે સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તળશીભાઇ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તળશીભાઇનું મૃત્યુ થતાં જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તળશીભાઈ પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તળશીભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા તળશીભાઇને સંતાનોમાં ત્રણ દીકરીઓ છે તેવું જાણવા મળી રહ્યું છે.
તળશીભાઇ ખેતી કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી અનુસાર ઠંડીમાં વાડીએથી ઘરે પરત ફરતી વખતે કાતિલ ઠંડીના કારણે બેસી ગયું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment