આ અનોખા મંદિરમાં ભોલેનાથ દેવીના રૂપમાં આપે છે દર્શન, જાણો ભોલેનાથના આ અદ્ભુત સ્વરૂપ વિષે

કાશી બાબા વિશ્વનાથનું શહેર, મંદિરોનું શહેર છે. આ શહેરમાં ઘણા અદ્ભુત અને પ્રાચીન મંદિરો છે. દેવાધિદેવ મહાદેવનું આ શહેરમાં આવું અનોખું મંદિર છે જ્યાં ભગવાન શિવ ભક્તોને દેવીના રૂપમાં દેખાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મહાદેવને વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં આવે છે અને ત્યારબાદ તેમની આરતી કરવામાં આવે છે. ભગવાન ભોલેના આ અદ્ભુત સ્વરૂપને જોઈને ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

વારાણસીના દુર્ગા અને પંચગંગા ઘાટની વચ્ચે ગૌરી પશુપતેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં ચૈત્ર નવરાત્રીના નવ દિવસ સુધી ગર્ભગૃહમાં બિરાજમાન મહાદેવને નવ દેવીઓના રૂપમાં શણગારવામાં આવે છે. દેશનું આ એકમાત્ર મંદિર છે જ્યાં આવો અદભુત નજારો જોવા મળે છે.

મંદિરના પૂજારી રિશુ મહારાજે જણાવ્યું કે, કાશીમાં ગંગાના કિનારે આવેલું પશુપતેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક છે. આ શિવલિંગનો રંગ પણ ભગવાનની ઈચ્છા મુજબ આપમેળે બદલાતો રહે છે. એવું માનવામાં આવે છે કે, જે ભક્ત અહીં સાચા મનથી દર્શન માટે આવે છે. અહીં તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.