રામલીલામાં ભગવાન પરશુરામનું પાત્ર ભજવનાર અભિનેતા હાર્ટ એટેક આવતા કરુણ મોત… સ્ટેજ પર અચાનક જ કંઈક એવું બન્યું કે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પહેલા તમે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રામલીલામાં ભગવાન પરશુરામનું પાત્ર ભજવતા અભિનેતા અચાનક જ હૃદય બંધ પડી જતા કરુણ મોત થયું છે.

ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાર્ટ એટેક આવવાનો આ કિસ્સો ડંડઈ ગામમાંથી સામે આવી રહ્યો છે. અહીં ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલીલામાં જ્યારે એક અભિનેતા ભગવાન પશુરામનું પાત્ર ભજવતો હતો.

ત્યારે અચાનક જ તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિનોદ પ્રજાપતિ હતું. મળતી માહિતી અનુસાર રામલીલામાં સ્ટેજ પર રામાયણનો સીતાજીના સ્વયંવરનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રામ ભગવાન દ્વારા ધનુષ ભંગ કરે છે.

ત્યારે સ્ટેજ પર ભગવાન પરશુરામ પહોંચે છે અને કહે છે કે, આ ધનુષ કોણે તોડ્યું, જલદી જણાવો… આ સંવાદ ચાલી રહ્યો હોય છે. ત્યારે ભગવાન પરશુરામનું પાત્ર બજાવનાર વિનોદ પ્રજાપતિ અચાનક જ સ્ટેજ પર ઢળી પડે છે.

ત્યારબાદ અન્ય કલાકારોને આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી વિનોદ પ્રજાપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર વિનોદ પ્રજાપતિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*