જેમ જેમ 22 જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવા માહોલ ઊભો થઈ ગયો છે અને મિત્રો અયોધ્યા ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં સમગ્ર સનાથનીઓ રામ ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે સુરત ઉપરાંત રાજકોટમાં અત્યારે ભગવાન શ્રીરામના ધ્વજ ખેસની માંગ ખૂબ જ વધારે વધી ગઈ
છે.ભગવાન રામના ફોટા સાથેના પોસ્ટરની અત્યારે ખૂબ જ વધારે માંગ વધી ગઈ છે અને ત્યારે ભગવાન શ્રીરામના ધ્વજ કેસને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે અને ઘર પર ધ્વજ લગાવી રહ્યા છે ત્યારે સુરત રાજકોટમાં અત્યારે મુંબઈ દિલ્હી અમદાવાદ અને અયોધ્યા થી ધ્વજ કેસ અને ઝંડાઓ આવી રહ્યા છે ત્યારે આ ધ્વજ ખેસ અને ઝંડા ની માંગ વધારે હોવાથી માલની અછત જોવા
મળી રહી છે ત્યારે વેપારીઓ 500 નંગ નો ઓર્ડર આપે તો માત્ર ૧૦૦ નંગની સપ્લાય મળે છે ત્યારે રામ ભગવાનના ફોટા સાથે અયોધ્યાના ફોટા વાળા પોસ્ટરની ખૂબ જ એટલે ખૂબ જ માંગ છે.ધ્વજ ઝંડા ને ખેસની કિંમતની જો વાત કરવામાં આવે તો મિત્રો કપડાના ધ્વજ ની કિંમત 25 રૂપિયા થી 200 રૂપિયા સુધીની છે
જ્યારે ખેસની કિંમત 15 થી 20 રૂપિયા સુધીની છે જ્યારે ટોપી ની કિંમત 12 રૂપિયા થી 30 રૂપિયા સુધીની છે. અયોધ્યામાં ભવ્ય આયોજન સાથે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે ત્યારે સુરતમાં ભવ્યથી ભવ્ય તૈયારી જોવા મળી રહી છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં રોજના હજારો ધ્વજ ટોપી અને ખેસ ઉપરાંત ઝંડા નું વેચાણ થઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment