આવી મહિલાઓથી ચેતી જજો નહિતર કરી નાખશે ઠંઠન ગોપાલ..! માત્ર 20 સેકન્ડમાં દુકાનદારની નજર ચુકવીને લાખો રૂપિયાના ચેઈનની કરી ચોરી…જુઓ સીસીટીવી ફૂટેજ…

દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક જ્વેલરી શોપમાં થયેલી ચોરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જ્વેલરી શોપમાં ગ્રાહક તરીકે ગ્રાહક તરીકે માત્ર 20 સેકન્ડમાં લાખો રૂપિયાના સોનાના ચેઈનની ચોરી કરી હતી.

પતિ-પત્નીએ મળીને દુકાનદારની નજર ચૂકવીને 1.25 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરી કરી હતી. સમગ્ર ઘટના જ્વેલરી શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ચોરીની ઘટના આગ્રામાં એક જ્વેલરી શોપમાં બની હતી. અહીં ફરઝાનામાં રહેતા મધુકર કક્કરનો કક્કર જ્વેલર્સના નામનો શોરૂમ છે.

અહીં શોરૂમમાં એક મહિલા અને પુરુષ ગ્રાહક બનીને આવ્યા હતા. પુરુષના એક હાથની ચોથી આંગળીમાં સોનાની વીંટી હતી. જ્વેલર્સના શોરૂમમાં જઈને તે ખુદ એક ઓફિસર હોય તેવી રીતે દેખાવ કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ શો રૂમના ઓપરેટર અને સ્ટાફ સાથે પણ ઓફિસર જેવો વ્યવહાર કરી રહ્યો હતો.

જ્વેલરી શોપમાં આવતા જ તેને સોનાની સુંદર ચેઈન બતાવવાનું કહ્યું હતું. ત્યારબાદ જ્વેલરી શોપના સ્ટાફે 25 થી 30 ચેઈન બતાવી હતી. ત્યારબાદ બંને એક પછી એક ચેઈન જોવા લાગ્યા હતા. લગભગ 15 મિનિટ સુધી આ બધો ડ્રામા ચાલ્યો પણ તેમને કોઈ ચેઈન ગમી નથી. શોરૂમ ના ઓપરેટરે જણાવ્યું કે, બંને ચેઈન જોતા જોતા અચાનક જ ઊભા થઈ ગયા હતા.

ત્યારબાદ તરત જ ઝડપથી શો રૂમની બહાર નીકળી ગયા હતા. એટલે અમને શંકા ગઈ એટલે અમે તાત્કાલિક સ્ટાફને ચેઈન ગણવાનું કહ્યું હતું ત્યારે એક ચેઈન ઓછી નીકળી હતી. બંનેને શોધવા માટે ચોકીદાર બહાર દોડ્યો પરંતુ બંને મળ્યા નહીં. ત્યાર પછી સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે મહિલાએ નજર ચૂકવીને ખૂબ જ આરામથી સોનાની ચેઈન ચોરી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*