અત્યારે અંદાજે 11 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા 2000 રૂપિયાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે આ ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા વધારાના મેળવવાની તક પણ છે. ખેડૂતોને મદદ કરવા માટે મોદી સરકાર હવે પ્રધાનમંત્રી કિસાન ના લાભાર્થીઓને વાર્ષિક 36000 રૂપિયા આપશે.
પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ ને વાર્ષિક 36 હજાર રૂપિયાનો લાભ મેળવવા માટે પ્રધાનમંત્રી કિસાન સમાજ યોજના માટે નોંધણી કરાવી પડશે. આ માટે મોદી સરકારની પેન્શન યોજના છે અને આ યોજના હેઠળ ખેડૂતોની વયના 60 વર્ષ પૂર્ણ થયા પછી તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે 36000 રૂપિયાનું પેન્શન મળશે.
મહત્વનું એ છે કે જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે તેઓએ આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે. સરકાર પાસે પહેલાથી જ તેમના તમામ મહત્વપૂર્ણ પુરાવા છે.
આવી સ્થિતિમાં આ ખેડૂતોને કોઈ નોંધણી કરાવવી પડશે નહીં કે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં. પીએમ કિસાન યોજના હેઠળ મળેલા હપ્તા દ્વારા ખેડૂતોને પણ આ યોજનામાં સીધો ફાળો આપવાનો વિકલ્પ મળશે.
કિસાન માન ધન યોજના હેઠળ ફાળો આપવા માટે ખેડૂતોને તેમના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે નહીં. એના માટે તેમને વાર્ષિક હજાર રૂપિયા મળતી રકમ થી પ્રીમિયમ કટ થઈ જશે.
ખેડૂતોને ફાયદો થવાનો છે અને ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા નહીં પણ પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અંતર્ગત 36 હજાર રૂપિયા પણ મળશે અને આ રીતે બન્ને યોજનાઓનો લાભ લઇને ખેડૂતોને 42 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. પરંતુ આ માટેની શરત એ છે કે ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેકટર ખેતીલાયક જમીન હોવી જોઈએ.
અને તેઓએ દર મહિને માત્ર 55 રૂપિયા થી 200 રૂપિયા નું પ્રીમિયમ ચૂકવવા પડશે. આ યોજના હેઠળ પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી ચૂકવવી પડશે. આ ખેડૂતો ની ઉંમર પર આધારિત રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment