દેશમાં કોરોના ની બીજી લહેર ઘટી રહી છે અને દિવસેને દિવસે કોરોના થી મૃત્યુ થનારની સંખ્યા પણ ઘટી ગઈ છે. ત્યારે ત્રીજી લહેરની આશંકાઓ લગાવવામાં આવી રહી છે. ત્રીજી લહેરથી દેશની જનતાને બચાવવા માટે કેન્દ્રીય મંત્રાલય તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો અને ભીડને કાબૂમાં લેવાનો આદેશ અપાયો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોના ની બીજી લેહર હજુ પૂરી નથી થઈ બીજી લહેર માં ઘટાડો થયો છે.
તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવા માટે યોગ્ય પગલા ભરવા પડશે. ઉપરાંત તેમને કહ્યું કે આ પ્રતિબંધોમાં છૂટને જરા પણ અવકાશ નથી.
ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર અને ભીડ નિયંત્રણ કરવા માટે તથા કોરોના વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવા માટે આદેશ અપાયા છે. આ ઉપરાંત કહ્યું કે દેશમાં કોરોના નિયમોમાં થઈ રહેલા ભંગના મુદ્દા પર કેન્દ્ર સરકારે જણાવ્યું કે લોકોની ત્રીજી લહેરને હવામાન વિભાગની આગાહી છે જેમ ગણી રહ્યા છે.
આ ઉપરાંત કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય ને સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જુલાઈમાં કોરોનાના અંદાજે 74.4 ટકા કેસ કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં નોંધાયો છે.
આ ઉપરાંત તેમની એવી જાણકારી આપી છે કે આસામ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહીત 11 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે.
દેશમાં કોરોના ની બીજી રજુ ખતમ નથી થતી ત્યાં દેશની જનતા કોરોના નિયમનું ઉલ્લંઘન કરી રહી છે. કોરોના ની બીજે રજૂ કરી નથી પરંતુ ઓછી થઈ છે તેના કારણે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment