બહેનની ડોલી ઊઠે તે પહેલાં બે ભાઈની અર્થી ઉઠી : ખરીદી કરીને પરત ફરી રહેલા બે ભાઈઓને કારે લીધા અડફેટેમાં, બંનેના મૃત્યુ – જુઓ CCTV

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓને એક પુરપાટ ઝડપે જતી કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે બંને પિતરાઇ ભાઇઓના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ બંને પિતરાઈ ભાઈઓ બાઈક પર લગ્નની ખરીદી કરવા માટે બજારમાં ગયા.

ખરીદી કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી એક બેકાબૂ કાર એ તેમની બાઇકને ટક્કર લગાવી હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પિતરાઇ ભાઇઓના મૃત્યુ થતા ઘરમાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો.

આ અકસ્માતની ઘટના શ્રીગંગાનગરના ખડસાણા વિસ્તારમાં બની હતી. અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય શ્રીરામ અને 28 વર્ષીય સુંદરનું મૃત્યુ થયું છે. શ્રીરામ અને સુંદર બંનેને પિતરાઈ ભાઈઓ છે. બહેનના લગ્ન હોવાથી બંને ભાઈઓ બાઈક પર બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા.

ખરીદી કરીને બન્ને ભાઈઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી એક બેકાબૂ કાર્ય તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે બન્ને ભાઈઓ ફંગોળાઇને રોડ પર પડ્યા હતા. અકસ્માતની આ બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

શ્રીરામ અને સુંદર ની પિતરાઈ બહેનને સુમનના લગ્ન આજરોજ થવાના છે. બહેનના લગ્ન હોવાથી ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે શ્રીરામ અને સુંદર બાઈક પર લગ્નની ખરીદી કરીને પરત ફરતા હોય છે ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડે છે. આ ઘટનામાં બંનેના કરૂણ મૃત્યુ થયા હતા.

બંનેના મૃત્યુની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બહેનની ડોલી ઉઠેતે પહેલા બે ભાઈઓની અર્થી ઉઠતા પરિવારજનો અને આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*