સુરત શહેરમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બહેનના લગ્નમાં ભાઈનું મૃત્યુ થતા ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. આ ઘટના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ગામમાં બની છે. અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાના પિતરાઈ ભાઈનું મૃત્યુ થતાં લગ્ન પ્રસંગની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર પિતરાઇ બહેનના લગ્નમાં ભાઈ ડીજેના તાલ પર નાચી રહ્યો હતો, ત્યારે તે અચાનક જમીન પર ઢળી પડે છે. આ ઘટનામાં ભાઈનું મૃત્યુ થતાં ખુશીના પ્રસંગમાં માતમમાં ફેરવાઇ ગયો હતો. આ ઘટના ઓલપાડ તાલુકાના કનાજ ગામમાં બની હતી.
અહીં એક યુવતીના લગ્ન લેવાયા હતા. લગ્ન હોવાના કારણે પરિવારના તમામ લોકો ડીજેના તાલ પર નાચી રહ્યા હતા. ત્યારે દુલ્હનનો 19 વર્ષીય પિતરાઈ ભાઈ પણ ડીજેના તાલ પર અલગ અંદાજમાં નાચી રહ્યો હતો. આ દરમિયાન પિતરાઈ ભાઈનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા 19 વર્ષીય પિતરાઈ ભાઈનું નામ સુનિલ હતું. સુનિલ તેના માતા-પિતાના મૃત્યુ બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. સુનિલ પોતાના મોટાભાઈને ખેત મજૂરીના કામમાં આર્થિક રીતે મદદ કરતો હતો. સુનીલનું મૃત્યુ થતાં ત્યાં હાજર તમામ લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.
મળતી માહિતી અનુસાર સુનિલ ડીજેના તાલ પર નાચતા નાચતો બાંકડા પર બેસી ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુનિલને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે સુનિલને નાચતા નાચતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો.
ત્યારે સુનિલને હોસ્પિટલ લઈ જવા માટે 108ને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ 108ને મોડું થતાં સુનિલને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સુનિલને ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલા તો તેનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment