આપણી સમક્ષ એવા ઘણા છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવતા હોય છે કે જેમાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તે પૈકીનો એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે કે જ્યાં ઘોડદોડ રોડ સ્થિત આવેલા એક ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધા સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેની ફરિયાદ સામે આવી છે.
વાત જાણે એમ છે કે ટિકિટ બુકિંગ કરી દીધા બાદ યાત્રામાં એક પણ સુવિધા આપવામાં આવી હતી. એક મહિલાએ છેતરપિંડી ને લગતો એક વીડિયો વાયરલ કરીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં સુરતના 21 યાત્રાળુઓનું ટોળું ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યો હતો.એ દરમિયાન તેમની અમૂક સુવિધાઓ પુરી પાડવામાં આવી ન હતી.
ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં આવા ટ્રાવેલ્સના વ્યવસાય કરતા સંચાલકો દ્વારા દાદાગીરી પણ કરવામાં આવતી હોય છે. એવામાં અત્યારે સુરતના 21 યાત્રિકો કે જેઓ પણ ટ્રાવેલ્સ સંચાલકનો કડવો અનુભવ થયો છે. આ 21 યાત્રિકોને હેલિકોપ્ટર અને ડોલી સહિતની બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવશે તેવી ખાતરી સહિત ટ્રાવેલ્સ સંચાલકોએ યાત્રાળુઓને ચારધામની યાત્રાએ મોકલેલા હતા.
પરંતુ તેમને અમુક એવી સગવડ પ્રાપ્ત ન થવાથી યાત્રિકો મૂંઝવણમાં મુકાયા છે. ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આવી છેતરપીંડી કર્યા હોવાની ફરિયાદ એક મહિલા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેના દ્વારા થઈ હતી અને યાત્રિકો સુરત પોલીસની મદદ માંગી રહ્યા છે. એવામાં હેલિકોપ્ટર,ડોલીના નામે રૂપિયા પણ લઈ લીધા હતા છતાં યાત્રામાં આવી એક પણ સુવિધા પ્રાપ્ત થઈ ન હતી.
વાત કરીશું તો આ યાત્રામાં વૃદ્ધ અને શારીરિક તકલીફ ભોગવતા લોકો પણ હતા. જેમાં સૌ કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બારડોલી થી સામે આવ્યો હતો કે જ્યાં ટ્રાવેલ્સ સંચાલકે 13.21 લાખ રૂપિયામાં સમગ્ર પ્રવાસ નક્કી કરવા માટેની યાત્રિકો પાસેથી કુલ 11.45 લાખ રૂપિયા મેળવ્યા હતા.
તમામ સુવિધાઓ આપવાની ખાત્રી પણ આપી હતી. એવામાં ટ્રાવેલ્સ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હોવાથી તમામ યાત્રીઓ ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારે પણ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ટ્રાવેલ્સ સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આવા યાત્રિકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment