મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાંથી ભાજપ માટે આવ્યા માઠા સમાચાર.

Published on: 10:09 pm, Sat, 16 January 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.કોંગ્રેસ અને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પહેલા નેતાઓના પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.સૌરાષ્ટ્રના જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ થયું છે. જામનગર શહેરના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.મહાનગરપાલિકાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે જામનગર શહેરના કોર્પોરેટર બેન ભાજપ સાથે છેડો ફાડતા ભાજપને આ ચૂંટણીમાં નુક્સાન થાય.

તેવી સંભાવના સેવાઈ રહી છે.હાલમાં રાજ્યમાં ચૂંટણીનો સમય ખૂબ જ નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા તોડ-જોડ ની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હાલમાં જ ઉદાહરણ જામનગરના વોર્ડ નંબર 4 માં જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!