સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના આ જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું.

153

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ખેડાના મહુધામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે.100 થી વધારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસના ચૂંટણી સમયે મોટો ફટકો પડયો છે. કોંગ્રેસના વહીવટથી નારાજ તમામ ભાજપમાં જોડાયા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.કોંગ્રેસને નુકસાન થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે.

તો માઈક્રો લેવલથી પ્લાનિંગ શરૂ કરી દીધું છે.પણ કોંગ્રેસમાં કોઈ ઠેકાણા નથી અને કોંગ્રેસ નવી બેઠકો જીતી એના કરતાં જે છે એ સાચવે તો ય ઘણું એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સરપંચો, ડે સરપંચ, તાલુકા પંચાયતના કોંગ્રેસમાંથી છેડો ફાડયો છે અને જયસિંહ ચૌહાણ, દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ પોતાના સમર્થકો સાથે.

ભાજપમાં પ્રમુખ ની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 51 નગરપાલિકા અને.

6 મહાનગરપાલિકાની ફેબ્રુઆરી માં ચૂંટણી યોજાવાની છે ત્યારે પક્ષ પલટા ની મોસમ શરૂ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!