ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ AAPના સંપર્ક માં, નવા-જૂની થવાના એંધાણ?

Published on: 3:47 pm, Wed, 30 June 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોમાં નવાજૂની થવાના એંધાણ. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો સતત આમ આદમી પાર્ટીના નેતાઓ ના સંપર્કમાં આવી રહ્યા છે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ટૂંક સમયમાં જોડાશે. કોંગ્રેસ પાર્ટીમાં દિવસેને દિવસે સિનિયર નેતાઓમાં નારાજગી ફેલાઇ રહી છે.

પહેલાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભાજપ સામે પડકાર રહેતો હતો પરંતુ આ વખતે ની ચૂંટણીમાં કોંગ્રેસને આપ સામે પડકાર મરી રહ્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આમ આદમી પાર્ટી ની સક્રિયતા વધી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્ય ના સંપર્ક કરી રહ્યા છે. ઉપરાંત કોંગ્રેસના અમુક નેતાઓ સામે થી આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતાઓ છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતાઓ પોતાની કારકિર્દી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીના નિર્ણય ન લેવાના કારણે સિનિયર નેતાઓ ખૂબ જ નારાજ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ AAPના સંપર્ક માં, નવા-જૂની થવાના એંધાણ?"

Leave a comment

Your email address will not be published.


*