ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની આ બેઠકને લઈને કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર,જાણો

Published on: 9:11 pm, Fri, 30 October 20

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર કરી રહ્યા છે.અમરેલી જિલ્લાની ધારી બેઠક પર કોંગ્રેસના એક મોટો ઝટકો લાગ્યો છે.તારી બેઠક પર કોંગ્રેસના 200 થી પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. બગસરા એનએસયુઆઇના પ્રમુખ સહિત યુવા કોંગ્રેસના 200 થી પણ વધારે કાર્યકર્તાઓ મનસુખ માંડવિયા ની હાજરીમાં ભાજપમાં સામેલ થઇ ગયા હોવાનું સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ધારી વિધાનસભા બેઠક પર ભાજપનો મોટો રાજકીય દાવ રમ્યો છે.અમરેલી ધારી બેઠક પર કોંગ્રેસ ને મોટો જટકો લાગતા કોંગ્રેસના 200 થી પણ વધારે યુવા કાર્યકર્તાઓ ભાજપનો કેસરીયો ખેસ મનસુખ માંડવિયા ની હાજરીમાં ધારણ કર્યો છે. બગસરા એનએસયુઆઇના પ્રમુખ નિખિલ ભંડેરી સહિત અનેક.

યુવાનો ભાજપમાં જોડાયા હતા.ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા સુરનગર લીમડી બેઠક પર.

કોંગ્રેસ ચુડા ખાતેની જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!