ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા આ બેઠક પર ભાજપના અગ્રણી પાસેથી હથિયાર મળતા રાજકારણ ગરમાયું, જાણો સમગ્ર મામલો

304

ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર આ બેઠવિધાનસભાનક જીતવા માટે લગાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યની કપરાડા બેઠકની ચૂંટણી અગાઉ વાપી માંથી હથિયાર મળી આવ્યા છે.આ મામલે પોલીસે ભાજપના ત્રણ અગ્રણી સહિત આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત ની પેટા ચૂંટણી જાણે લોહિયાળ બનવા જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાજ્યમાં આગામી મહિને 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં પોલીસ તંત્ર અને દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કપરાડા ચૂંટણી અગાઉ વલસાડમાંથી હથિયાર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયેલો જોવા મળી રહ્યો છે.વાપીમાં ઘાતક હથિયારો સહિત પોલીસે ભાજપ અગ્રણી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડર મનોજ ઠાકોરની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બે પિસ્તોલ અને 19 કારતૂસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

પેટા ચૂંટણી પહેલા હથિયાર ઝડપાતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. આ ભાજપ માટે ખૂબ ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!