સમગ્ર દેશભરમાં ચારેય બાજુ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. લગ્નની સિઝનમાં જે પણ ઘરમાં લગ્ન હોય તે ઘરમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે લગ્નનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી કેવી છે કે ઘટના સામે આવી છે.
આ ઘટનામાં દીકરીના લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા પિતા-પુત્રનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ભયંકર અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં બની હતી. અહીં એક ટ્રકની જોરદાર ટક્કરના કારણે બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
એક જ દિવસે એક જ સાથે પિતા અને પુત્રનું મૃત્યુ થતાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર દીકરીના લગ્નમાં આમંત્રણ આપવા જઈ રહેલા પિતા-પુત્રને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પરિવારમાં લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય ખેડૂત અવધેશ દુબે અને તેમના 26 વર્ષના દીકરા આદિત્ય દુબેનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર 15 ફેબ્રુઆરીના રોજ અવધેશ દુબેની દીકરી કોમલના લગ્ન છે. આદિત્ય બરેલીમાં ફર્નિચર ફેક્ટરીમાં કામ કરતો હતો. 28 જાન્યુઆરીના રોજ તે પોતાના ઘરે આવ્યો હતો.
ગઈકાલે એટલે કે રવિવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ અવધેશ દુબે પોતાના દીકરા આદિત્ય સાથે લગ્નની કંકોત્રી વેચવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં અવધેશ દુબે અને તેમનો દીકરો આદિત્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ કારણોસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રએ હેલ્મેટ પહેર્યું ન હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment