આજના યુગમાં યુવાનો પોતાનું કરિયર બનાવવા માટે વતન છોડીને વિદેશ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે દરેક માતા-પિતાનું પણ માનવું હોય છે કે દીકરાને કે દીકરીને વિદેશ મોકલી અને સારું જીવન જીવે પરંતુ આ માનસિકતા ને લઈને છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાક યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા ગયા હોય અથવા તો પોતાના ધંધા માટે ગયા હોય.
ત્યારે આવા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો પણ જોવા મળી રહ્યો છે અને યુવાનોમાં એબ્રોડ સ્ટડી કરવા જવાનો ક્રેઝ પણ વધ્યો છે. અત્યારે હાલ આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું જે સાંભળીને માતા પિતાને પોતાના દીકરાઓ કે દીકરીઓને વિદેશ મોકલવા માટે ઘણા વિચારો પણ કરવા પડશે ત્યારે હાલ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક સાથે એક એવી ઘટના બની છે.
જેનાથી તેના માતા પિતાની રડવાનો વારો આવ્યો છે અને કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા યુવકનું દર્દનાક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વર્ષ 2022 માં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના 23 વર્ષીય હર્ષ કે જે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુમ હોવાથી તેના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,
ત્યારે પોલીસ તપાસ દરમિયાન આ 23 વર્ષ પટેલ નું મૃતદેહ મળી આવતા તેના પરિવારને જાણ થતા પરિવાર ને લોહીના આંસુએ રડવાનો વારો આવ્યો છે. આવી ઘટનાઓ બનતા માતા-પિતાઓએ પણ પોતાના દીકરા કે દીકરીને વિદેશ ભણવા અથવા તો ધંધાર્થે મોકલવા પહેલા વિચાર કરવા પણ જરૂરી છે.
મળતી માહિતી અનુસાર કેનેડા સ્ટડી કરવા ગયેલો હર્ષ પટેલ મૂળ અમદાવાદનો રહેવાસી હતો. છેલ્લા થોડાક દિવસોથી તે ગુમ થઈ ગયો હતો. આ કારણોસર હર્ષના સંબંધીઓએ પોલીસમાં હર્ષના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તપાસ દરમિયાન હર્ષનું મૃતદેહ મળી આવ્યું હતું.
દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હર્ષનો જીવ કોને અને કયા કારણોસર લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર હર્ષનો પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ થઈ ગયા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment