નવરાત્રિના પહેલા નોરતે ખોડલધામ કાગવડ મંદિરના આંગણે વીજળી ગરબે ઘુમતે જોવા મળી, જુઓ વીજળી નો અદભુત નજારો…

157

નવરાત્રિના પહેલા જ નોરતે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ત્યારે લેવા પટેલ ના એકતાનું પ્રતિક ગણાતા ખોડલધામ કાગવડ મંદિરની આસપાસ વીજળી ખોડીયાર માતાજીની સાથે ગરબા રમતી હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો હતો.

આ અદભૂત નજારા ના વીડિયોમાં તમે જોઈ શકો છો કે માત્ર 8 સેકન્ડમાં મંદિરની નજીક 10 ગગનભેદી કડાકા થયા હતા. વીજળીના કડાકા-ભડાકાનો આ કુદરતનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

અદભૂત નજારા માં તમે જોઈ શકો છો કે નવરાત્રીના પહેલા જ નોરતે માતાજીના ચરણોમાં વીજળી સ્પર્શ કરતી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

ખોડલધામ કાગવડ મંદિરની આસપાસ વીજળીના ચમત્કાર દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા અને લોકો વિડીયો જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા છે. અને લોકો કહી રહ્યા છે કે માતાજી ના આંગણે વીજળી ગરબા રમવા આવી છે.

વીજળીના પ્રચંડ ધડાકા સાથે ખોડલધામ કાગવડ મંદિરની આસપાસ કુદરતી રોશની છવાઈ ગઈ હતી. ખોડલધામ કાગવડ મંદિરની આસપાસ પહેલી વખત આવો નજારો જોવા મળ્યો હતો.

નવરાત્રિના પહેલા જ નોરતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી લીધી હતી. અને મા ખોડલના આંગણે વીજળી જાણે ગરબે ગુમાવી હોય અને વીજળીના કડાકા-ભડાકા ના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!