ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઘાતક દોરીના કારણે બનતી દુર્ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં ઘાતક દોરીના કારણે એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વાત કરીએ તો મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવા લઈને જતી યુવતીના ગળામાં અચાનક જ પતંગની દોરી ભરાઈ જતા યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ દીકરી ના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
વાત કરે તો, મોટા વરાછા વિસ્તારમાં આવેલી અમૃત રેસીડેન્સીમાં રહેતી 22 વર્ષની દિક્ષિતા ઘનશ્યામભાઈ ઠુમ્મર નામની દીકરી સાંજના સમયે પોતાની એકટીવા લઈને મેનરોડ થી નાના વરાછાના ઢાળ બ્રિજ ઉપરથી જઈ રહી હતી.
આ દરમિયાન અચાનક જ પતંગની દોરી દીકરીના ગળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે દીકરી એકટીવા પરથી નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં દીકરીના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને પછી દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યારે જાણવા મળ્યું કે દોરીના કારણે દીકરીના ગળામાં 70 ટકા પહોંચ્યા હતી. જેના કારણે દીકરીનું મોત થયું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવ્યા હતા.
દીકરીને જોઈને પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. મિત્રો તમે પણ જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે રસ્તા પર ખાસ ધ્યાન રાખજો અથવા તો તમારી ગાડીની આગળ સેફટી એંગલ લગાવી દેજો જેના કારણે તમે પતંગની ઘાતક દોરીથી બચી શકો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment