રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી મોટી જાહેરાત.

106

ગુજરાત રાજ્યમાં આગામી 21 અને 28 મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેને જણાવ્યું કે ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં.

576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે અને આજ સાંજ સુધી માં તબક્કાવાર મહાનગરપાલિકાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે 12:30 વિજય મુહૂર્તમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે.

તેમને જણાવ્યું કે 50 ટકા મહિલા અને 50 ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે અને સંગઠનમાં જવાબદાર આગેવાનોને રાજીનામું આપ્યા બાદ ટિકિટ આપવામાં આવશે અને સંગઠનમાં એ જગ્યાએ તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.

ભાજપની યાદી મા 60 વર્ષથી નીચેના ઉંમરના ઉમેદવારો હશે અને ભાજપની યાદીમાં મોટાભાગના ઉમેદવારો યુવાન હશે. એક પણ માજી મેયર ને ટિકિટ આપવામાં આવશે નહીં.

સી.આર.પાટીલે સિનિયર આગેવાનો અને પોતાની સીટ ખાલી કરવા માટે આભાર માન્યો હતો તેમજ તેમની લાયકાત પ્રમાણે પાર્ટી ના કામમાં જોડવાની પણ વાત કરી હતી.આજે સૌ પ્રથમ જામનગર કોર્પોરેશન ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!