સર્કસમાં એક મહિલા ટ્રેનર સાથે રીંછે કર્યું એવું કે, તમારા પણ રુવાડા ઉભા થઇ જશે – જુઓ વિડિયો

53

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તાજેતરમાં એક સર્કસ નો વિડીયો ઇન્ડિયા માં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અહીં સર્કસમાં એક રીંછે દ્વારા મહિલા ટ્રેનર પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાદળી કલરનો ડ્રેસ પહેરેલી એક મહિલા ટ્રેનર આ રીંછને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ત્યારબાદ કંઈક એવું થાય છે કે સર્કસ માં બેઠેલા તમામ લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો.

આ સમયે રીંછ અચાનક જ હિંસક બની જાય છે. અને તેની સામે ઊભેલી મહિલા ટ્રેનર પર પ્રહાર કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રીંછ મહિલાને તેના પંજા સાથે પકડે છે અને તેને જમીન પર નીચે પછાડી દે છે.

આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ત્યાં બેઠેલા તમામ લોકોના રૂવાટા ઉભા થઇ ગયા હતા. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે રીંછે મહિલા સાથે આ પ્રકારની હરકત કરી.

ત્યારે આસપાસ ઉભેલા અન્ય બે લોકોએ પણ મહિલાને રીંછે ચગુલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ મહિલા ગર્ભવતી હતી. આ ઘટનામાં મહિલાના બાળકને કંઈ થયું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!