શિયાળામાં દાઢી ધ્રુજાવી દે તેવી ઠંડી માટે રહો તૈયાર,જાણો શું કરી હવામાન વિભાગે મોટી આગાહી?

Published on: 8:07 am, Tue, 5 January 21

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના મતે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવ ની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું.

તો કેશોદ 7.1, ભુજ 9 ડિગ્રી, પોરબંદર અને રાજકોટમાં 9.3 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું તો સુરત જિલ્લાના બારડોલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા ધરતી પુત્રો ની ચિંતામાં વધારો થયો હતો.

દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢ અને વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું થયું હતું. બીજી બાજુ ભારે વરસાદથી ચારેતરફ બરફની ચાદર છવાઇ ગઇ હતી.તો એજ હિમ વર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે.ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે.

શ્રી નગર હાઈવે બંધ રહેતા 4500 થી વધુ વાહનો ફસાયા હતા તો રાજધાની દિલ્હીમાં પણ ઠંડી વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ભારે હિમવર્ષાના કારણે પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા સેવાય રહી છે.

શ્રીનગરમાં સતત ત્રીજા દિવસે ભારે હિમ વર્ષા થતાં હાઇવે બંધ કરી દેવાની પણ ફરજ પડી હતી. મોટી મોટી મશીનરીથી રસ્તા પર જામેલા બરફને થર ને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હિમાચલના શીમલામાં યલો મોર્નિંગ જાહેર કરવાની ફરજ પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!