આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા સાપ ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જોઈએ છીએ. આવો જ એક સાપ નો વિડીયો તમિલનાડુ માંથી સામે આવ્યો છે, તમિલનાડુ ના કોઇમ્બતુર માં હાલ લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ક્યારેક શરીર દઝાડતી ગરમી તો ક્યારેક સખત વરસાદનો લોકોને સામનો કરવો પડે છે.
હાલમાં જ અહીં વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઘણી વસ્તુઓ તણાઈ ગઈ હતી. આ દરમિયાન અહીં કંઈક એવું મળી આવ્યું કે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. પાણીના વહેણમાં લાકડા અને અન્ય વસ્તુઓ સાથે પાંચ ફૂટ લાંબો સફેદ કોબ્રા તણાઈને આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સફેદ રંગનો કોબ્રા જોઈને લોકો પણ ચોકી ગયા હતા, આ કોબ્રા કુરુચીનગરના આનંદન નામના વ્યક્તિના ઘરમાં જોવા મળ્યો હતો.
સાપને જોઈને ઘરનો માલિક અને તેનો પરિવાર ખૂબ ડરી ગયો હતો, તેમણે વન વિભાગના કર્મચારીઓને તાત્કાલિક જાણ કરી હતી. જેથી વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના સ્વયંસ્વેવક મોહન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરના પ્રવેશ દ્વારમાં અડો જમાવીને બેઠેલા કોબ્રાને રેસ્ક્યુ કરી ઘરની બહાર કાઢવામાં આવ્યો હતો.
Rare White Deadly Albino Cobra spotted in Coimbatore pic.twitter.com/1Z8ZQEnSzb
— Subodh Srivastava (@SuboSrivastava) May 12, 2023
વ્હાઈટ કોબ્રા ને વન વિભાગના કર્મચારીઓ દ્વારા ખૂબ જ કાળજી સાથે જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને જંગલની અંદર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કોબ્રા ને જંગલમાં છોડવામાં આવ્યો ત્યારે તેણે મોટો ફુંફાડો માર્યો અને બહાર આવ્યો હતો. જેના કારણે ત્યાં રહેલા વન કર્મચારીઓ પણ ડરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અનાઈકટ્ટાઈ રિઝર્વ ફોરેસ્ટ જે બાયોડાઇવર્સિટી અને કુદરતી રહેઠાણોથી સમૃદ્ધ છે.
તેમાં ઘણી વનસ્પતિ અને પ્રાણીઓ નું ઘર છે, આ સ્થળ એલ્બિનો સાપ માટે સારું રહેઠાણ બની રહે છે. સાપ વિચિત્ર રંગ વિશે પૂછવામાં આવતા વન કર્મચારીઓએ કહ્યું હતું કે આ દુર્લભ જેનીટિક સ્થિતિ છે. જેમાં મેલાનિન પીગમેન્ટેશનના અભાવને કારણે સાપ તેના રંગો ગુમાવી બેસે છે. આ માત્ર દુર્લભ મેડિકલ કન્ડિશન છે, તે સિવાય શાપમાં કોઈ અલૌકિક શક્તિઓ છુપાયેલી હોતી નથી. સ્થાપના રહેઠાણો પર માણસોનો કબજો હોવાથી તેઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘણી વખત આવી પહોંચે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment