ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વલસાડમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના હિંગરાજ ગામના દરિયાકાંઠે પાણીમાં ડૂબી જવાના કારણે બે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ મૃતક બાળકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે, એક સાથે અભ્યાસ કરતા પાંચ મિત્રોને રજા હોવાના કારણે તેઓ દરિયાકાંઠે ન્હાવા માટે ગયા હતા. અહીં પાણીમાં મોજ મસ્તી કરતી વખતે હાર્દિક અને હિમાંશુ નામના બે મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બંનેને પાણીમાં ડૂબતા જોઈને તેની સાથે હાજર અન્ય ત્રણ મિત્રોએ બુમાબુમ કરી હતી.
ત્યારબાદ આસપાસના સ્થાનિક લોકો ત્યાં પહોંચે તે પહેલા તો હાર્દિક અને હિમાંશુ પાણીમાં ડૂબી ગયા હતા. ત્યાર પછી પાણીમાં બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, જ્યારે પાંચે મિત્રો દરિયામાં ન્હાવા માટે ઉતર્યા ત્યારે દરિયામાં પાણીનો કરંટ વધુ હતું અને એ લોકોને સરખું તરતા પણ આવડતું ન હતું.
તેવામાં હાર્દિક અને હિમાંશુ એક સાથે પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પછી આ દુઃખદ ઘટના બની હતી બંનેનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment