હાલમાં બનેલી એક જ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોધમાં ન્હાવા ગયેલા બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. આ ઘટના શનિવારના રોજ બની હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ચિત્તોડગઢના પડઝાર ધોધમાં બની હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું હતું કે રાજસ્થાન ટેકનીકલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના 20 વિદ્યાર્થીઓ પડઝાર ધોધ વિસ્તારની મુલાકાતે ગયા હતા. અહીં બે વિદ્યાર્થીઓ દોરડાની મદદથી ધોધમાં નહાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન સૌરભ નામના વિદ્યાર્થીના હાથમાંથી દોરડું છૂટી ગયું હતું.
ત્યારે લક્ષ્ય નામનો વિદ્યાર્થી સૌરવને બચાવવા માટે કહ્યું હતું. આ દરમિયાન તે પણ લક્ષી ગયો હતો અને બંને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ બંને વિદ્યાર્થીનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. પછી અન્ય સાથી વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીમાં ડૂબેલા બંને વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. રાત્રે અંધારું થઈ ગયું એટલે શોધખોળ બંધ કરી દીધી હતી અને આજરોજ સવારે છ વાગ્યાની આસપાસ ફરી એક વખત બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી.
હજુ પણ બંનેમાંથી એક પણ વિદ્યાર્થી મળ્યા નથી અને બંને ની શોધ કોણે શરૂ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હજુ સુધી બંનેનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નથી. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે બંને વિદ્યાર્થીઓ ક્યાંથી મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment