અત્યારે સોશિયલ મીડિયા અકસ્માતના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, ચોમાસાની સિઝન ચાલુ થતા લોકો નાહવા પણ ખૂબ જ જાય છે. પરંતુ ઘણી વખત ધોધમાં નાહવા જવું એ લોકોને મુશ્કેલ પડી જતુ હોય છે અને પોતાના જીવ ગુમાવે છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર માંથી સામે આવ્યો છે,
અંકલેશ્વરના ગડખોલ પાટીયા થી ઝઘડિયા તાલુકાના આંબા ખાડી નજીક ધોધમાં નાહવા ગયેલા બે મિત્રો પૈકી બે યુવાનોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. યુવાનોનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબા ખાડી નજીક ધોધમાર નાહવા પડેલા બે યુવાનોનું ડૂબી જતા મોત થયું છે.
મળતી માહિતી અનુસાર તેઓ અંકલેશ્વરના ગડખોલ પાટિયા થી ઝઘડિયા તાલુકાના આંબા ખાડી નજીકના ધોધ ખાતે નાહવા ગયા હતા. જ્યાં ધોધ માં નાહવા પડેલા બે યુવાનો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે અન્ય એક મિત્રએ બૂમાબૂમ કરતા આસપાસ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પાણીમાં ડૂબી ગયેલ યુવાનોની શોધખોળ કરવામાં આવતા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. બીજી તરફ મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોંચતા હૈયાફાટ રૂદન સાથે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
બનાવની જાણ થતા જ રાજપારડી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા યુવાન જુગલ પટેલ અને નીરવ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને મૃતદેહને પોસ્ટમોટમ અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment