મિત્રો હાલમાં તો ગુજરાત રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. આવી ગરમીમાં કેટલાક લોકો દરિયાકિનારે, નદી, તળાવ અથવા તો ડેમમાં નાહવા માટે જતા હોય છે. પરંતુ અમુક વખત આવી જગ્યાઓ ઉપર નાહવાની મોજ મોતની સજા બની જતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં(Surendranagar) બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં(Dholidhaja Dam) ડૂબી જવાના કારણે 3 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્રણેય મિત્રો ભારે ગરમી પડતી હોવાના કારણે ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે ત્રણેય ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર પછી ડેમમાં ડૂબી ગયેલા ત્રણેય મિત્રોની શોધખોળ શરૂ કરી દીધી હતી. રાત પડતા જ શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારે આજરોજ વહેલી સવારે ફરી એક વખત શોધખો શરૂ કરવામાં આવી હતી. કલાકોની મહેનત બાદ વિભાગની ટીમને ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતક બાળકોને પરિવાર ઉપર દુઃખનું પહાડ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર સૌપ્રથમ મૃત્યુ પામેલા ત્રણેય મિત્રોમાંથી બે મિત્રોની ડેડબોડી મળી આવી હતી.
જેમાં એકની ઓળખ તેજસ અને એકની ઓળખ મહેશ તરીકે થઈ છે. ત્યારબાદ અન્ય એક મિત્રનું મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા બાળકોના પરિવારના લોકો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. દીકરાઓના મૃતદેહને જોઈને પરિવારના લોકોને હૈયાફાટ રૂદાને કર્યું હતું. જેના કારણે વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.
જાણવા મળી રહ્યું છે કે આ ત્રણ મિત્રો સાથે અન્ય બે મિત્રો પણ આવ્યા હતા. અન્ય બે મિત્રોએ જણાવ્યું હતું કે, એ ત્રણેય ડેમમાં ન્હાવા માટે ગયા હતા. આ ત્રણેયની ઉંમર 16 થી 17 વર્ષની છે. અમે બંને બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતા હતા, ત્યારે અચાનક જ અવાજ આવ્યો કે બચાવો બચાવો જેથી અમે દોડીને ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ પણ કહેતો હતો કે આ ડૂબે છે તેમને બચાવો. ત્યાર પછી બંને મિત્રો પોતાના ત્રણેય મિત્રોને બચાવવા માટે ડેમમાં કુદીયા હતા. પરંતુ તેઓ બચી શકે તેમ ન હતા જેથી બંને મિત્રો ડેમમાંથી બહાર નીકળી ગયા હતા.
આ ઘટનામાં તેજસ, શ્રેય અને મહેશ નામના મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા ત્રણ મિત્રોમાંથી એકના પિતા આર્મીમાં છે. આ ઘટનામાં કુકડીયા તેજસ મુકેશભાઈ, દેત્રોજ શ્રેય ભરતભાઈ, ભલગામા મહેશ ગોપાલભાઈ નામના ત્રણેય મિત્રોના એક સાથે મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહોગરમી હોવાના કારણે ડેમમાં ન્હાવા પડેલા, 3 મિત્રોને પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત… દીકરાઓના મૃતદેહો જોતાં જ માતા-પિતાઓએ હૈયાફાટ રૂદન કર્યું…
Be the first to comment