સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ડાન્સ કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડાન્સ કરતી વખતે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેગ્રાઉન્ડમાં “બસ આજ કી રાત જિંદગી, કલ હમ કહા તુમ કહા..” ગીત વાગી રહ્યું છે. આ ગીત પર ઘણા લોકો ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન ડાન્સ કરતી વખતે એક વ્યક્તિ અચાનક જ જમીન પર ઢળી પડે છે. ત્યાર પછી તેઓ ફરીથી ઊભા થતા નથી અને તેમનું મૃત્યુ થઈ જાય છે.
મળતી માહિતી અનુસાર વાઇરલ થઈ રહેલો વિડીયો મધ્યપ્રદેશમાંથી સામે આવી રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો ભોપાલમાં 13 થી 17 માર્ચના રોજ પોસ્ટ વિભાગની 34મી પોસ્ટ નેશનલ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 માર્ચના રોજ મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમવાની હતી.
આ પહેલા 16 માર્ચના રોજ રાત્રે વિભાગના કાર્યાલય પરિસરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભાગના અધિકારીઓને કર્મચારીઓ અહીં સેલિબ્રેશન કરી રહ્યા હતા. ત્યારે દીક્ષિત નામના અધિકારી પણ પોતાના મિત્રો સાથે ડાન્સ કરતા નજરે પડી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે જમીન પર ઢાળી પડ્યા હતા. હાર્ટ એટેક આવવાના કારણે દીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ પામેલા અધિકારીનું નામ દીક્ષિતકુમાર હતું અને તેમની ઉમર 55 વર્ષની હતી. કાર્યક્રમમાં તેઓ પોતાના મિત્રો સાથે જોરદાર ડાન્સ કરી રહ્યા હતા.
ડાન્સ કરતી વખતે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમના સાથી મિત્રોએ તેમને ઊભા કરવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ ઉભા થઈ શક્યા નહીં. દીક્ષિત કુમારનું મૃત્યુ થતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment