દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાના કારણે પૂરની પરિસ્થિતિઓ સર્જાય છે. જોધપુરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રસ્તાઓ પર પાણી નદી રહેવા લાગ્યું છે. ત્યારે જોરદાર પ્રવાહમાં લોકો તણાઇ જવા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. સમર ઘટનાને લઈને વાત કરીએ તો, જોધપુરના ચાંદપોલ ખાતે ધોધમાર વરસાદ પડ્યા બાદ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો.
જેના કારણે જોરદાર પ્રવાહમાં માણસો પણ તણાવ્યા હતા. સાકડી ગલીઓમાં રસ્તાઓ ગટર બનીને વહેવા લાગ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે જે પણ વચ્ચે આવે તે બધું તણાઈ જતું હતું. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાણીના જોરદાર પ્રવાહમાં એક વ્યક્તિ તણાવા લાગે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પાણીના પ્રવાહ સાથે ખૂબ જ સ્પીડમાં તણાઇ રહ્યો છે. આ દરમિયાન થોડીક આગળ દિવાલ પકડીને ઉભેલા કેટલાક લોકો આ વ્યક્તિને બચાવી લે છે.
આ વ્યક્તિને બચાવે છે ત્યારે વધુ એક વ્યક્તિ પાછળથી પાણીના જોરદાર પ્રવાહમાં વહેતો આવે છે અને દિવાલ પકડીને ઉભેલા લોકો તેને પણ બચાવી લે છે. આ સમગ્ર ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જોધપુર: રસ્તા પર નદી વહી, લોકો પાણીમાં તણાયા! #rain #monsoon pic.twitter.com/vWlbKw8U1M
— News18Gujarati (@News18Guj) July 27, 2022
જોધપુર શહેરમાં સોમવારના રોજ વરસી રહેલા વરસાદે સાંજના સમયે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં એક ડ્રાઇવર વગરની કાર પણ તણાતી જોવા મળી હતી. આ વિડીયો ટ્વીટર પર News18Gujarati એ પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment