એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ હાઈવે પર બનેલી અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના નાગદા-જાવરા સ્ટેટ હાઇવે પર બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કેશવ પ્રતાપ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે કેશવના મિત્ર રાહુલને ગંભીર ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર ત્રણ વર્ષ પહેલા કેસવ સાથે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કેશવનો જીવ માંડ માંડ બચ્યો હતો.
ત્યારે ત્રણ વર્ષ બાદ ફરી એક વખત તે જ દિવસે કેશવ સાથે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં કેશવનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર કેશવ પોતાના મિત્ર રાહુલ સાથે ફરવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં બંને મિત્રોને અકસ્માત નડયો હતો. આ ઘટનામાં કેશવનું કરૂણ મૃત્યુ થયું ત્યારે રાહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર કેશવ એક દુકાન પર સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. દુકાનના માલિકે જણાવ્યું કે, કેશવ ગુરૂવારના રોજ તબિયત ખરાબ હોવાનું કહીને રજા લીધી હતી. કેશવ શુક્રવારના રોજ પણ આખો દિવસ દુકાને આવ્યો ન હતો. જયારે શુક્રવારના રોજ મોડી રાત્રે કેશવનું અકસ્માતમાં મૃત્યુ થયું છે તેવી જાણ થઈ હતી.
બધી માહિતી અનુસાર બાઇક પર જઇ રહેલા કેશવ અને તેના મિત્રને સામેથી આવી રહેલા આઇસરની જબરદસ્ત ટક્કર લાગી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલા 22 એપ્રિલના રોજ કેશવની સાથે અકસ્માતની ઘટના બની હતી.
3 વર્ષ પહેલા અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો, ત્યારે 3 વર્ષ બાદ તે જ તારીખે અકસ્માતમાં મળ્યું કરૂણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ pic.twitter.com/qROmvQ0peq
— GUJJU ROCKZ (@gujju_rockz) April 25, 2022
તેમાં કેશવનો જીવ બચી ગયો હતો. આ જ નવી જિંદગીની ઉજવણી કેશવ પોતાના મિત્રો સાથે ફરવા માટે ગયો હતો. ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ અકસ્માતમાં કેશવનું કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment