માંડ માંડ બચ્યા…! સુરતમાં રસ્તા ઉપર ચાલીને જતા યુવક ઉપર પાણીનો ટાંકો પડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… હિંમત હોય તો જ વીડિયો જોજો…

Surat: સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે ઘટનાનો વિડીયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે. મિત્રો વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાય થઈ ગયા છે અનેક છાપરાઓ ઉડ્યા છે. ત્યારે સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. મિત્રો વાવાઝોડાના કારણે સુરત શહેરમાં સરેરાશ 35 થી 40 કિલોમીટરની ઝડપે છેલ્લા બે દિવસથી પવન રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બનેલી એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટનામાં ભારે પવનના કારણે બિલ્ડીંગની ઉપર મૂકવામાં આવેલો પાણીનો ટાંકો પવનમાં ઉપરથી નીચે પડ્યો હતો. જેના કારણે નીચેથી ચાલીને જતો એક વ્યક્તિ ટાંકાની નીચે દબાઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

પરંતુ આ ઘટનાનો ભોગ બનેલા યુવકને ઈજા પહોંચે છે. વાયરલ થયેલા ઓડિયોમાં તમે જોઈ શકો છો કે આસપાસ કેટલાક લોકો બેઠેલા છે અને એક વ્યક્તિ ત્યાંથી ચાલતો ચાલતો પસાર થઈ રહ્યો છે. ત્યારે અચાનક જ આવાસ ઉપરથી એક પાણીનો ટાંકો યુવકના માથા ઉપર પડે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં ચાલીને જતા યુવક સાથે એક બાળકી પણ હતી. પરંતુ સદનસીબે આ ઘટનામાં બંનેનો ચમત્કારી બચાવ થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*