હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગોધરાના વડોદરા હાઇવે પાસે આવેલી કોઠી ત્રણ રસ્તા ઉપરથી કાબુ ગુમાવતા છ લોકોને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક વ્યક્તિ બસની ટક્કરના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
તેને સારવાર માટે તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગોધરાના સીમલીયા પાલી ગામે આવેલ વૃંદાવન ફળિયામાં રહેતા મહાસુખભાઈ પોતાના પરિવારના સભ્યોને લઈને પોતાની દીકરી અને જમાઈના ઘરે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે ગોધરા પાસે આવેલ સારંગપુર જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ પોતાના પરિવારના લોકો સાથે વડોદરા હાઇવે ઉપર આવેલ કોઠા ત્રણ રસ્તા ઉપર બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન પાવાગઢ તરફ જઈ રહેલી એસટી બસ ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એસટી બસે મહાસુખભાઈ નાયક સહિત છ લોકોને અડફેટેમાં લીધા હતા.
આ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બસે મહાસુખભાઈ ભાઈને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે તેઓ ઉછળીને દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેથી તેમને 108ની મદદથી સારવાર માટે તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
માંડ-માંડ જીવ બચ્યો…! હાઇવે પર ઉભેલા 6 લોકોએ ST બસ રોકવા માટે હાથ ઊંચો કર્યો, પરંતુ ત્યારે થયું કંઈક એવું કે – વીડિયો જોઈને શ્વાસ અધર થઈ જશે.. pic.twitter.com/QcGTX3oqHf
— GUJJU ROCKZ (@gujju_rockz) August 12, 2022
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિના પગના ભાગે ગંભીરતા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment